Press Release-Gujarati
અખબારી યાદી
અમદાવાદમાં વજ્ર ઓ'ફોર્સ દ્વારા યોજાયેલી સૌથી
મોટી દોરડાં ખેંચ ('ટગ ઓફ વોર') ટુર્નામેન્ટનો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
અમદાવાદ, તા.16 મે, 2017: અમદાવાદ શહેરમાં મહિલાઓની સલામતિ અને સશક્તિકરણ માટે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા વજ્ર ઓ'ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સૌથી મોટી ટગ ઓફ વોર (દોરડાં ખેંચ)નો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ તોડવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટમાં 698 ટીમ દ્વારા 6,282 લોકો સામેલ થયા હતા.
આ રમતમાં મજબૂત ઈચ્છાશક્તિ અને દ્રઢતા જરૂરી બનતી હોય છે. આ મેચ ટગ ઓફ વોર ઈન્ટરનેશનલ ફેડરેશનના નિયમો અનુસાર રમાઈ હતી. વજ્ર ઓ'ફોર્સ દ્વારા ભરૂચ જીલ્લા વહિવટી તંત્રનો વિક્રમ તોડવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2016માં ભરૂચ જીલ્લાની ટુર્નામેન્ટમાં 4,672 લોકો સામેલ થયા હતા. આજની ટુર્નામેન્ટ અંગે જ્યારે પૂછવામાં આવ્યું કે તમને ટગ ઓફ વોરની સૌથી મોટી ટુર્નામેન્ટમાં ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ તોડવાની ઈચ્છા કઈ રીતે થઈ ત્યારે જવાબમાં વજ્ર ઓ'ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર રૂઝાન ખંભાતાએ જણાવ્યું હતું કે ટગ ઓફ વોર એ મહિલાઓની સલામતિ અને સશક્તિકરણ માટેની લડાઈ છે. આ વર્લ્ડ રેકોર્ડ તોડીને અમે મહિલાઓની સલામતિ અને સશક્તિકરણ અંગે મજબૂત સંદેશો આપવા માંગીએ છીએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓની સલામતિ એ સ્ત્રીઓની લડત નથી, પણ તે સારા અને ખરાબ(Good and Evil) તત્વો વચ્ચેની લડત છે.
જીવન એક દોરડા ખેંચ જેવું છે. જો તમે મહિલા હો તો તમારે સતત ખેંચાવું પડે છે. તમે તમારી તાકાત બતાવી શકતા નથી કે ખેંચીને જીતી પણ શકતાં નથી. જીવન અન્યાયી છે, પણ આપણે તેને ન્યાયી બનાવી શકીએ તેમ છીએ. મહિલાઓ પર થતા સતત ઘરેલુ હિંસાના હુમલાઓ, અસમાનતા, કુપોષણ અને આરોગ્યની ઓછી સંભાળને કારણે આપણાં સમાજમાં માતાઓ અને દિકરીઓને માઠી અસર થાય છે. હંમેશની જેમ આપણે ખડેપગે રહીને કામ કરવાનું છે. આપણે તેમનું સશક્તિકરણ કરવાનું છે અને તેમની જીંદગીમાં ગૌરવ બક્ષવાનુ છે.
તાકાતના અનોખા મુકાબલા મારફતે અમે જનસમુદાય સાથે સફળ જોડાણ ઈચ્છીએ છીએ. આ જોડાણને કારણે જ તેમને મહિલાઓના મુદ્દાઓને થોડાંક મનોરંજન સાથે સંવેદનશીલ બનાવીને વ્યાપકપણે જાગૃતિ પેદા કરતા રહીએ છીએ.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં ટેકનિકલ પાર્ટનર હતી અને આ ટુર્નામેન્ટને રસના, એચબી કાપડિયા અને હોમગાર્ડઝનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ રમતના ફોર્મેટ દ્વારા કોઈ બિનસરકારી સંસ્થાએ મહિલાઓની સલામતિ, સુરક્ષા, સશકિતકરણ, કૌશલ્ય વિકાસ, રોજગારીની તકો, જાતિય જાગૃતિ અને સ્વ-સુરક્ષા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી સૌ પ્રથમવાર ઘટના બની છે.
વિવિધ શાળાઓ, કોલેજો અને કોર્પોરેટ હાઉસ આ ટુર્નામેન્ટનું પ્રતિષ્ઠીત ટાઈટલ હાંસલ કરવા માટે સ્પર્ધામાં જોડાઈ હતી.
- 6,282 સ્પર્ધકો
- 698 ટીમ
- 80 અધિકારીઓ
- 73 સ્વયં સેવકો
- 10 સ્ટીવાર્ડ
- 3 સાક્ષીઓ
- 2 સીએ
- 20 ટ્રક
- 41 કંપનીઓ
- 34 કોલેજો
- 22 શાળાઓ
- 25 સીસીટીવી કેમેરા
- 120 સુરક્ષા કર્મચારીઓ